Risks and Challenges Arising from Artificial Intelligence: A Research Study

કૃત્રિમ બુદ્ધિમત્તા દ્વારા ઊભા થતા જોખમો અને પડકારો : એક સંશોધનાત્મક અભ્યાસ

Authors

  • Dr. Priyanka Bilwal Assistant Professor, Department of Sociology, Mahila Mahavidyalaya, Vadodara Author

DOI:

https://doi.org/10.31305/rrjis.2026.v2.n1.009

Keywords:

Artificial Intelligence, Risks, Challenges

Abstract

Artificial Intelligence (AI) is one of the most significant and rapidly developing technological advancements of the 21st century. The primary objective of AI is to replicate, through computer-based systems, human intelligence-related processes such as learning, analysis, language comprehension, problem-solving, and decision-making. Its application is rapidly expanding across various sectors, including healthcare, education, banking, industry, transportation, communication, and administration. Although AI has contributed to improvements in efficiency, speed, and accuracy, it has also created several social, economic, ethical, and security-related challenges. AI-based automation may transform certain traditional forms of employment and reduce the demand for human labour, particularly in repetitive and low-skilled tasks. At the same time, the development of AI involves the use of large amounts of personal and sensitive data, thereby increasing concerns related to privacy, data security, and cyberattacks. If the data used to train AI systems is biased, the decisions produced by these systems may also become discriminatory. Furthermore, generative AI is increasingly capable of producing misinformation, fabricated images, and similar content, creating challenges for social trust. In this context, legal regulation, ethical frameworks, transparency, and human oversight are essential for the responsible and human-centred development of AI. The primary objective of this research paper is to analyze the major risks and challenges arising from Artificial Intelligence from social and global perspectives.

 

Abstract in Gujarati Language: કૃત્રિમ બુદ્ધિમત્તા (Artificial Intelligence—AI) 21મી સદીની સૌથી મહત્વપૂર્ણ અને ઝડપથી વિકસતી તકનીકી પ્રગતિઓમાંની એક છે. માનવીય બુદ્ધિ સાથે સંકળાયેલી શીખવાની, વિશ્લેષણ કરવાની, ભાષાને સમજવાની, સમસ્યાનું નિરાકરણ કરવાની અને નિર્ણય લેવાની પ્રક્રિયાઓને કમ્પ્યુટર આધારિત પ્રણાલીઓ દ્વારા અનુરૂપ બનાવવાનો AIનો મુખ્ય હેતુ છે. આરોગ્ય, શિક્ષણ, બેન્કિંગ, ઉદ્યોગ, પરિવહન, સંચાર અને વહીવટ જેવા વિવિધ ક્ષેત્રોમાં તેનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. AI દ્વારા કાર્યક્ષમતા, ઝડપ અને ચોકસાઈમાં વધારો થતો હોવા છતાં તેની સાથે અનેક સામાજિક, આર્થિક, નૈતિક અને સુરક્ષાત્મક પડકારો પણ ઊભા થયા છે. AI આધારિત ઓટોમેશનને કારણે કેટલાક પરંપરાગત રોજગારના સ્વરૂપોમાં પરિવર્તન આવી શકે છે અને ખાસ કરીને પુનરાવર્તિત તથા ઓછી કુશળતાવાળા કાર્યોમાં માનવ શ્રમની માંગ ઘટી શકે છે. બીજી તરફ AIના વિકાસ માટે મોટા પ્રમાણમાં વ્યક્તિગત અને સંવેદનશીલ ડેટાનો ઉપયોગ થતો હોવાથી ગોપનીયતા, ડેટા સુરક્ષા અને સાયબર હુમલાના જોખમો પણ વધે છે. જો AIને તાલીમ આપવા માટે ઉપયોગમાં લેવાતો ડેટા પૂર્વગ્રહયુક્ત હોય તો સિસ્ટમના નિર્ણયો પણ ભેદભાવપૂર્ણ બની શકે છે. વધુમાં જનરેટિવ AI દ્વારા ખોટી માહિતી, બનાવટી છબીઓ અને જેવી સામગ્રીનું નિર્માણ સામાજિક વિશ્વાસ માટે પડકારરૂપ બની રહ્યું છે. આ સંદર્ભમાં AIના જવાબદાર અને માનવકેન્દ્રિત વિકાસ માટે કાનૂની નિયંત્રણ, નૈતિક માળખું, પારદર્શિતા અને માનવીય દેખરેખ જરૂરી બને છે. આ સંશોધન પેપરનો મુખ્ય હેતુ કૃત્રિમ બુદ્ધિમત્તાથી ઊભા થતા મુખ્ય જોખમો અને પડકારોનું સામાજિક તથા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વિશ્લેષણ કરવાનો છે.

 

Keywords:  કૃત્રિમ બુદ્ધિમત્તા, જોખમો, પડકારો

Downloads

Published

2026-03-31

How to Cite

Bilwal, Priyanka. “Risks and Challenges Arising from Artificial Intelligence: A Research Study: કૃત્રિમ બુદ્ધિમત્તા દ્વારા ઊભા થતા જોખમો અને પડકારો : એક સંશોધનાત્મક અભ્યાસ”. Research Review Journal of Interdisciplinary Studies, vol. 2, no. 1, Mar. 2026, pp. 58-65, https://doi.org/10.31305/rrjis.2026.v2.n1.009.